લગ્ન-મંડપમા બેઠેલી એક નવોઢા, સેંકડો અરમાનોને પોતાના ઘુંઘટમા છુપાવતી, ફરજોની સપ્તપદીમા પ્રવેશે છે, અને, આંખોમા હજારો સપનાઓને સજાવીને, પોતાની બાલીશતા, નટખટપણાને, માત્રુગ્રુહે છોડીને, એક નવી જ દુનિયામા પગલા પાડે છે, એક મીઠી વેદના, એક ખામોશ ગભરાહટને ઉરમા સંકોરતી, શબ્દોને સંકેલતી, પોતાના અવ્યકતપણાને દર્શાવે છે, બસ,
"રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું ? હરદમ જો તેની યાદ રડાવે તો શું કરું ? ખબર મળ્યાં હતા કે થાસે મુલાકાત સ્વપ્નામાં, પણ રાતભર જો ઊંઘના આવે તો શું કરું?? મારા દિલમાં શુ છે તેની જો કોઇને જાણ થાયદુઃખ શુ હોય છે સાચુ, તેની બધાને ઓળખાણ થાય!!એ બેવફા છે જાણું છું છતા ચાહું છું તેને હજીમારી કલમથી તે બેવફાનાં આજે પણ વખાણ થાય!! નહી વાંચી શકો તમે મારા જીવનની કહાનીએ પાના ફાડી નાખજો જ્યાથી શરુ મારુ લખાણ થાય!!
દિવ્યા,ઍટલે જાણે તાજગી..જાણે ઉઘડતુ પ્રભાત..જાણે ખિલતુ નાનુ ઍવુ પારિજાત નુ ફુલ્..જાણે નાના બાળક નુ નિર્દોષ ખડખડાટ હાસ્ય..જાણે પહેલા વરસાદ ની માટી ની મહેક..જાણૅ કોયલ નો ટહુકો..જાણૅ નજર ન પહોચે ત્યા સુધી ની વનરાજી.. .....